તારીખ : ૧૪/૦૪/૨૦૨૩નાં દિને શ્રી જ્ઞાનકિરણ ધોડિયા ભવન સુરખાઈ ખાતે ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતી ઉજવવામાં આવી.

   

તારીખ : ૧૪/૦૪/૨૦૨૩નાં દિને શ્રી જ્ઞાનકિરણ ધોડિયા ભવન સુરખાઈ ખાતે ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતી ઉજવવામાં આવી.

ખેરગામ :

તારીખ : ૧૪/૦૪/૨૦૨૩નાં દિને શ્રી જ્ઞાનકિરણ ધોડિયા ભવન સુરખાઈ ખાતે ડો.બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૨મી જન્મજયંતી ઉજવવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ ધનસુખભાઈ  પટેલ (નિવૃત એગ્રિકલ્ચર ડિરેક્ટર) દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર પુસ્તકાલય અને કોપ્મ્પુટર રૂમની પ્રતિમા પાસે દિપ પ્રાગ્ટ્ય કરવામાં આવ્યું. આજે તેમનો પણ જન્મ દિવસ છે. તેઓ દર વર્ષે તેમનો જન્મ દિવસ આ સમાજ ભવન ખાતે અચૂક હાજર રહી ઉજવે છે. ત્યારબાદ હાજર  રહેલ મંડળનાં પ્રમુખશ્રી રાજેન્દ્ર સાહેબ, મંત્રીશ્રી નટુભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, કેશવભાઈ પટેલ, ઠાકોરભાઈ પટેલ તથા  કમિટિ સભ્યો અને ભવન ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો દ્વારા ડો.બાબા સાહેબને પુષ્પાંજલી આપવામાં આવી હતી. શ્રી રાજેન્દ્ર સાહેબ દ્વારા પ્રાસંગિક પ્રવચન  દ્વારા ડો. બાબા સાહેબનું જીવન વૃતાંત તેમજ આપણા જીવનમાં બાબા સાહેબ નિર્મિત ભારતીય બંધારણનું શું મહત્વ છે? તેનો ટૂંક્મા સાર રજૂ કરવામાં આવ્યો હતો.  



Post a Comment

Previous Post Next Post