મોટીઢોલ ડુંગરી ગામના તલાટી કમમંત્રીશ્રીને ધરમપુર તાલુકામાં સૌથી શ્રેષ્ટ કામગીરી બદલ પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

  

આજરોજ તા.18/08/2023 ના દિને ધરમપુર તાલુકાના સમરસ ગ્રામ પંચાયત મોટીઢોલ ડુંગરી એ મારી માટી મારો દેશ માટીને નમન વિરોને વંદન કાર્યક્રમ અંતર્ગત આજે ધરમપુર તાલુકા કુમારશાળા ખાતે  ધરમપુર TDO શ્રી મહેન્દ્ર હાથીવાલાશ્રીની હાજરીમાં વૃક્ષા રોપણ કર્યા બાદ વિરોને યાદ કરી અને ધરમપુર PSI શ્રી અને પોલીસ સ્ટાફની હાજરીમાં રાષ્ટ્રીય ધ્વજવંદન કરી રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમની પૂર્ણાંહુતી કરવામાં આવી હતી અને  મોટીઢોલ ડુંગરી ગામના તલાટી કમમંત્રીશ્રી જયેશભાઈ પટેલને આખા તાલુકા માંથી સૌથી શ્રેષ્ટ કામગીરી બદલ પ્રમાણપત્ર અને ફૂલ આપી સન્માન કરવાં આવ્યું હતું.

તે બદલ ધરમપુર તાલુકા પંચાયતનાં સદસ્ય શ્રી કલ્પેશભાઈ પટેલે ગૌરવની લાગણી વ્યક્ત કરી છે.







Post a Comment

Previous Post Next Post